સુરતના મહેમાન બનેલા પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા
આંતર જ્ઞાતિ લગ્ન અને સાથે દેશમાં ચાલી રહેલી રાજનીતિ
લગ્ન એક વ્યક્તિગત વિષય છે તેમાં પરાણે લવજેહાદ જેવું ન હોય.
સુરતના મહેમાન બનેલા પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આંતર જ્ઞાતિ લગ્ન અને સાથે દેશમાં ચાલી રહેલી રાજનીતિ અંગે નિવેદન આપ્યુ હતું.
સુરત આવેલા પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપતા જણાવ્યુ હતું કે હાલ ભારતનો રોલ એક દિશા વિહીનછે. વિદેશ નીતિ કાયમી હોય કોઈ પક્ષની ના હોય. ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની નીતિ અને રીતિના કારણે દેશની આબરૂ ગઈ છે. વર્ષોથી ઈરાનના સંબંધો ગીરવે મુકાઈ ગયા છે. ભારત અમેરિકાનું રાજ્ય હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી પર વધુ તીખા પ્રહાર સાથે એપસ્ટીન ફાઈલ અંગે પણ પ્રહારો કર્યા હતા. અને કહ્યુ હતુ કે ઓઇલ તથા પેટ્રોલની સમસ્યા ઊભી થવાની છે. સાથે મોંઘવારી કુદકેને ભૂશકે વધવાની છે. વર્ષ 2014થી ભારતીય જનતા પાર્ટીનું દિલ્હીમાં શાસન છે ખતમ થવાના આરે છે. અને વડાપ્રધાનનો ગ્રાફ ડાઉન થયો છે. જેટલી પણ નિંદા કરે તેટલી ઓછી છે.
વધુમાં કહ્યુ હતુ કે ગેસ અને પેટ્રોલ અંગેની વિચારણાં નહીં કરાય તો ગૃહિણીઓના રસોડા બંધ થશે. હોટેલ રેસ્ટરોન્ટ પણ બંધ થશે. અત્યારે કલ્પના બહારનું દ્રશ્ય આપણે સૌ જોઈ રહ્યા છે. તો સાથે સાથે આંતર જ્ઞાતિ અલગના બાબતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યુ હતુ કે લગ્ન એક વ્યક્તિગત વિષય છે તેમાં પરાણે લવજેહાદ જેવું ન હોય. પ્રેમને કોઈ સીમા નથી હોતી તેને કોઈ ધર્મ નથી હોતો. ધર્મ તો ટેમ્પરરી હોય છે. ભાજપના મોટા પ્રાદેશિક હિન્દુ પ્રાધાન્યતા આપતા નેતાઓની દીકરી મુસ્લિમોમાં પરણી છે. આ અંધ ભક્તોને પૂછો કે તમારા જમાયો તો બધા પહેલા છે આવા તેમાં તમને શરમ નથી આવતી. પ્રેમની બાબતમાં લીબરલ રહેવું જોઈએ. અમારા દીકરાને ત્યાં બ્રાહ્મણ દીકરી સાથે પ્રેમથયો અને અમારી દીકરીને જૈન વાણીયા સાથે પ્રેમ થયો છે.
