અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ધાણાની રેકોર્ડબ્રેક આવક જોવા મળી…

Featured Video Play Icon
Spread the love

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ધાણાની રેકોર્ડબ્રેક આવક જોવા મળી…
યાર્ડની બહાર 2થી 3 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી…
યાર્ડ દ્વારા આવક પર હંગામી પ્રતિબંધ મુકવામાં આવ્યો

અમરેલી માર્કેટ યાર્ડમાં ધાણાની ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થવાને કારણે યાર્ડ દ્વારા આવક પર હંગામી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ધાણાની રેકોર્ડબ્રેક આવક અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ઘઉંની સિઝનની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ છે. યાર્ડમાં અંદાજે 2.50 લાખ ગુણી ધાણા અને 1 લાખ કટ્ટા ઘઉંની આવક થતાં યાર્ડ ધાણા અને ઘઉંથી ઉભરાઈ ગયું હતું. જણસીની આટલી મોટી આવકને કારણે યાર્ડનું મેદાન ટૂંકું પડ્યું હતું અને નવી ખરીદ કરેલી જમીન ઉપરાંત યાર્ડના પાંચ છાપરા નીચે પણ ધાણા અને ઘઉં ઉતારવામાં આવ્યા હતા. કેટલીક જગ્યાએ દુકાનોની બહાર પણ જણસી ઉતારવાની ફરજ પડી હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ધાણાની રેકોર્ડબ્રેક આવક જોવા મળતા યાર્ડની બહાર 2થી 3 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી…

અમરેલીમાં તા.૧૦ માર્ચ અને તા.૧૧ માર્ચ એમ બે દિવસ સુધી હરાજી ચાલે તેટલો ધાણાનો જથ્થો સંસ્થામાં આવી ગયેલ હોવાથી અને વાહન રાખવાની જગ્યાના અભાવે સંસ્થા દ્વારા હાલ ધાણાની આવકને તા. ૧૧ માર્ચને બુધવારના રોજ સાંજે ૪-૦૦ કલાક સુધી બંધ કરવામાં આવી હતી, બજાર સમિતિ-અમરેલીના સેક્રેટરીએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ધાણાની આવક માટેનો પ્રવેશ નિર્ધારિત સમય સુધી બંધ રહેશે, જેની ખેડૂતભાઈઓ, વાહનધારકો અને તમામ લાગતા-વળગતાઓએ ખાસ નોંધ લેવી. તેમજ જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાનો જથ્થો લઈને યાર્ડમાં ન આવવા માટે યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો હતો…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *