રાજકોટમાં પૂર્વ કોર્પોરેટરના વીડિયોકાંડથી ભાજપમાં ફફડાટ.

Featured Video Play Icon
Spread the love

રાજકોટમાં પૂર્વ કોર્પોરેટરના વીડિયોકાંડથી ભાજપમાં ફફડાટ.
પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો વધુ એક વીડિયો આવ્યો સામે.
સર્કિટ હાઉસમાં બેસી બાંધકામના વહીવટના રૂપિયા માગ્યાનો આક્ષેપ.

રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા દ્વારા બાંધકામની અરજી પાછી ખેંચવા અને સેટલમેન્ટના બહાને લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાના સ્ટિંગ વીડિયોથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. રવિરત્ન પાર્કમાં ચાલતા કાયદેસરના બાંધકામને મનપામાં અરજી કરી અટકાવ્યા બાદ, પૂર્વ કોર્પોરેટરે સર્કિટ હાઉસ ખાતે અલગ-અલગ મિટિંગો યોજી રૂ. 3 લાખથી શરૂ કરી છેલ્લે સવા લાખની રોકડની માંગણી કરી હતી.

રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા દ્વારા બાંધકામની અરજી પાછી ખેંચવા અને સેટલમેન્ટના બહાને લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાના સ્ટિંગ વીડિયોથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. રવિરત્ન પાર્કમાં ચાલતા કાયદેસરના બાંધકામને મનપામાં અરજી કરી અટકાવ્યા બાદ, પૂર્વ કોર્પોરેટરે સર્કિટ હાઉસ ખાતે અલગ-અલગ મિટિંગો યોજી 3 લાખથી શરૂ કરી છેલ્લે સવા લાખની રોકડની માંગણી કરી હતી. જેની સમગ્ર વાતચીત બાંધકામ કરનાર પરિવારે વીડિયોમાં કેદ કરી લીધી છે. જોકે, આ મામલે અનિલ મકવાણાએ પોતાને બદનામ કરવાનું કાવતરું ગણાવી લેતી-દેતીને બિઝનેસ મેટર ગણાવી છે, બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ આ ઘટનાને ગંભીર ગણાવી શિસ્તભંગના કડક પગલાં લેવાના સંકેત આપ્યા છે. જોકે, આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તો ભાજપના પૂર્વ કોર્પોરેટરે કરેલા કારસ્તાનનું મોટું કૌભાંડ ખુલે તેવી શક્યતા સેવાઈ રહી છે.

ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાએ જણાવ્યું હતું કે, છેલ્લા 20-22 વર્ષથી જ્યારે આ વખતે તેમને મોકો મળ્યો હોય ત્યારે અમારા અમુક વિરોધીઓએ મને બદનામ કરવાનું આ કાવતરું કર્યું હોય તેવું લાગે છે. પૈસાની લેતી-દેતી બાબતે તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટમાં બધાને ધંધો કરવાનો હક છે. હું પોતે 2005માં કોર્પોરેટર બન્યો એ પહેલા હું પોતે કોન્ટ્રાક્ટર હતો. પોલીસ આવાસ નિગમના હું કામ રાખતો હતો અને બિલ્ડિંગ મટીરીયલ્સ સપ્લાયનો મારો બિઝનેસ છે. કાર્યકરો દ્વારા નાના કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા લેવાની વાત મારા ધ્યાનમાં નથી…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *