સુરતના ડુમસ ખાતે શી ફેઝ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટનુ લોકાર્પણ
શી ફેઝ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ના ફેઝ વનનુ લોકાર્પણ
247.80 કરોડના ખર્ચે સાકારીત થશે પ્રકલ્પો
સુરતના ડુમસ ખાતે શી ફેઝ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ના ફેઝ વનનુ લોકાર્પણ કેન્દ્રીયમંત્રીના હસ્તે કરાયુ હતું. આ સમયે નાયબ મુખ્યમંત્રી, મેયર સહિતનાઓ હાજર રહ્યા હતાં.
સુરતનીઓની આતુરતાનો અંત આવ્યો હોય તેમ સુરત મહાનગર પાલિકા દ્વારા ડુમસ શી ફેઝ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ફેઝ 1નું લોકાર્પણ કરાયુ હતું. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે શી ફેઝનું લોકપર્ણ કરવામાં આવ્યું હતું. તો આ સમયે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સુરતના મેયર દક્ષેશ માવાણી, સુરતના સાંસદ મુકેશ દલાલ તથા ધારાસભ્યો, કોર્પોરેટરો, મનપા કમિશનર સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતાં. 673 કરોડના ખર્ચે સહકારી થનારા વિવિધ પ્રકારોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 247.80 કરોડના ખર્ચે સાકારીત થનાર પ્રકલ્પો તેમજ સી.એસ.આર. અંતર્ગત પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ત્રણ ફેઝમાં આખો પ્રોજેકટ તૈયાર કરવામાં આવશે. જેમાં પહેલા ફેઝનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકો માટે વોકિંગ, મેડિટેશન તેમજ યોગા કરવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એક સાથે 25000 લોકો આ ડુમસ સી ફેઝ પર ફરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. તો 3 ફેઝની કામગીરી બાદ વોટર સ્પોટની પણ કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવાયુ હતું.
