સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીના સંબંધીનો હોબાળો.

Featured Video Play Icon
Spread the love

સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીના સંબંધીનો હોબાળો.
ઇમર્જન્સી વિભાગમાં હોબાળાનો વીડિયો આવ્યો સામે
વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુરત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ધૂળેટીના દિવસે એક અર્ધબેભાન હાલતમાં આવેલા દર્દીના પરિવારજનો અને મિત્રોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સારવાર શરૂ હોવા છતાં તબીબો સાથે બોલાચાલી અને ધક્કામુકી કરતા હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ, એક યુવકને અર્ધબેભાન હાલતમાં સારવાર માટે સિવિલના ઇમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યો હતો. યુવકની ગંભીરતા જોઈને ફરજ પરના તબીબોએ તાત્કાલિક તેની સારવાર અને તપાસ શરૂ કરી દીધી હતી. જોકે, દર્દીની સાથે મોટી સંખ્યામાં આવેલા તેના મિત્રો અને પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, દર્દીની પ્રાથમિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ જ્યારે નિયમ મુજબ કેસ પેપર કઢાવવાનું કહેવામાં આવ્યું, ત્યારે પરિવારજનોએ પિત્તો ગુમાવ્યો હતો. નવાઈની વાત એ છે કે, ભણેલા-ગણેલા દેખાતા આ સભ્યો અંગ્રેજીમાં બૂમબરાડા પાડી તબીબો પર દબાણ બનાવી રહ્યા હતા.

પરિવારજનોના આક્રમક વર્તન અને ધક્કામુકીને કારણે ઇમરજન્સી વિભાગમાં ફરજ બજાવતી મહિલા તબીબો અને નર્સિંગ સ્ટાફમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. હોબાળો એટલી હદે વધી ગયો હતો કે, હોસ્પિટલના તબીબી અધિકારીએ તાત્કાલિક સિવિલ પોલીસ ચોકીનો સંપર્ક કરી પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી.ઘટનાની ગંભીરતા જોઈને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તબીબી અધિકારીઓ અને પોલીસની લાંબી સમજાવટ બાદ અંતે મામલો થાળે પડ્યો હતો. ચોંકાવનારી વિગત એ પણ સામે આવી છે કે, જે કેસ પેપર માટે હોબાળો થયો હતો, તે પરિવારજનોએ છેક પોણો કલાક બાદ કઢાવ્યો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *