અમદાવાદમાં SVP હોસ્પિટલમાં મહિલાના મોત બાદ વિરોધ.

Featured Video Play Icon
Spread the love

અમદાવાદમાં SVP હોસ્પિટલમાં મહિલાના મોત બાદ વિરોધ.
કોંગ્રેસના કાર્યકરોએ SVP હોસ્પિટલ ખાતે નોંધાવ્યો વિરોધ.
SVP હોસ્પિટલની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 800 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી અત્યાધુનિક એસવીપી હોસ્પિટલની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

સોશિયલ મીડિયા પર ક્ષિતિશા સોની નામની યુવતીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેણે રડતા અવાજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલના ડોક્ટરો પર બેદરકારી અને આયુષ્માન કાર્ડના નામે દર્દીઓ પર ‘પ્રયોગો’ કરવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. તેની માતા ગીરાબેન સોનીને અસ્થમા અને ડાયાબિટીસની તકલીફ હોવાથી SVP હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમનું ગઈ કાલે બુધવારે રાત્રે સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. જેને કારણે આ વિવાદ વધુ વકર્યો છે. અને સુપ્રીટેન્ડેન્ટે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. ક્ષિતિશાના જણાવ્યા અનુસાર, તેની માતા ગીરાબેન સોનીને અસ્થમા અને ડાયાબિટીસની તકલીફ હોવાથી 21 તારીખે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જનરલ વોર્ડમાં ચાર દિવસ રહ્યા બાદ ડોક્ટરોએ કફ કાઢવા માટે ‘બ્રોન્કોસ્કોપી’ કરવાની સલાહ આપી હતી. આ પ્રક્રિયા દરમિયાન મહિલાને અસ્થમાનો એટેક આવ્યો અને તેમની સ્થિતિ અચાનક કથળવા લાગી હતી. ત્યાર બાદ ગીરાબેનને ICU માં ખસેડવામાં આવ્યા હતા.

વીડિયોમાં યુવતીએ માતાની દયનીય સ્થિતિ વર્ણવતા કહ્યું કે, ઓક્સિજન માસ્ક એટલું જોરથી દબાવવામાં આવ્યું હતું કે માતાની આંખો કાળી પડી ગઈ છે અને નસમાં હેમરેજ થયું છે. શરીરમાં નસો પંચર થઈ ગઈ હોવાથી ઈન્જેક્શન આપવા માટે ગળાના ભાગે કાણું પાડવું પડ્યું છે. સિનિયર ડોક્ટરો પૂરતો સમય આપતા નથી અને માત્ર આયુષ્માન કાર્ડ હોવાને કારણે દર્દી પર અખતરા કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.’ પુત્રીનો આક્ષેપ છે કે, ડોક્ટરો દરરોજ નવા કાગળો પર સહી કરાવતા હતા. જેમાં ક્યારેક હૃદય 50% કાર્યરત હોવાનું તો ક્યારેક લિવર કે કિડની ડેમેજ થવાનું લખેલું હતું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *