26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી
રાષ્ટ્રધ્વજને સલામી આપી 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ
26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની અઠવાલાઈન્સ ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રઉન્ડ ખાતે કરાઈ હતી.
26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ત્યારે સુરત પોલીસ દ્વારા પણ સુરત પોલીસ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. જ્યાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના હસ્તે રાષ્ટ્રની આન, બાન અને શાન સમા તિરંગાને સલામી આપવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પોલીસની અલગ અલગ પ્લાટુન દ્વારા પરેડ પણ કરવામાં આવી હતી. 77માં પ્રજાસત્તાક પર્વને લઈ યોજાયેલા કાર્યક્રમમાં અલગ અલગ કરતબ, ઘોડ સવારી સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ, હોમગાર્ડ, ટીઆરબી સહિત અલગ અલગ પ્લાટન દ્વારા પરેડ કરાઈ હતી. તો શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓનુ સન્માન કરાયુ હતું. તો સાથે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા પ્રજાજોગ સંદેશો પણ આપ્યો હતો.
