અમદાવાદ ઓઢવમાં થયેલ 13 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
પોલીસે એકજ કલાકમાં ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી
ઘરનું તાળું તૂટેલું હોવાથી ફરિયાદીને શંકા થતા પોલીસને જાણ કરેલ
અમદાવાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. પકડાયેલા તમામ આરોપીઓ રાજસ્થાનના હોવાનું ખુલ્યું છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે, જેનાથી અન્ય ચોરીના બનાવો પણ ઉકેલાઈ શકે છે.
અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી વિજયપાર્ક સોસાયટીના એક બંધ મકાનમાં તાળું તોડીને થયેલી આશરે રૂપિયા 13 લાખની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરી કરતી એક આખી ટોળકીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ચોર ટોળકી માત્ર બંધ ઘરોને જ ટાર્ગેટ કરતી હતી અને તાળું તોડીને માત્ર સોના-ચાંદીના દાગીનાની જ ચોરી કરતી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. પકડાયેલા તમામ આરોપીઓ રાજસ્થાનના હોવાનું ખુલ્યું છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે, જેનાથી અન્ય ચોરીના બનાવો પણ ઉકેલાઈ શકે છે.
અમદાવાદ ઓઢવ વિસ્તારમાં પોલીસે ગણતરીના દિવસોમાં ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી તપાસ દરમિયાન તમામ આરોપીઓ રાજસ્થાનના હોવાનું ખુલ્યું છે. પોલીસે ચોરીના સોના ચાંદીના દાગીના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે, જેનાથી અન્ય ચોરીના બનાવો પણ ઉકેલાઈ શકે છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
