સુરત રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવેની કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરત રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવેની કાર્યવાહી
મુસાફરોના આરોગ્ય સાથે ચેડાના આક્ષેપ વચ્ચે કાર્યવાહી
રેલવે સ્ટેશનના 4 કેટરિંગ સ્ટોલને સીલ કરાયા
ખાદ્ય ગુણવત્તા અને સ્વચ્છતાના મુદ્દે પશ્ચિમ રેલવેની કડક કાર્યવાહી

સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાના આક્ષેપ વચ્ચે પશ્ચિમ રેલવે દ્વારા સુરત રેલવે સ્ટેશન પર આવેલા ચાર કેટરિંગ સ્ટોલને સીલ કરવામાં આવ્યા છે.

સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના આરોગ્ય સાથે ચેડા કરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. મુસાફરોને ખાદ્ય સામગ્રી અને પીવાનું પાણી પૂરું પાડતા કેટરિંગ સ્ટોલ સામે પશ્ચિમ રેલવે દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સુરત રેલવે સ્ટેશન પર આવેલા ચાર કેટરિંગ સ્ટોલને સીલ કરી દેવામાં આવ્યા છે. આ સ્ટોલ પરથી મુસાફરોને તૈયાર નાસ્તો, ગરમ ભોજન, પેકેટ ફૂડ તેમજ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવતું હતું. પરંતુ મુસાફરોને આપવામાં આવતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ગંભીર બેદરકારી સામે આવતા પશ્ચિમ રેલવે એક્શન મોડમાં આવ્યું છે. મુસાફરોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ન થાય તે માટે રેલવે તંત્ર દ્વારા કડકાઈ દાખવવામાં આવી છે. ચાર કેટરિંગ સ્ટોલને સીલ કરવાની કાર્યવાહી બાદ હવે અન્ય કેટરિંગ સ્ટોલની કામગીરી પર પણ તંત્રની નજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *