સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભુવા પડવાની શરૂઆત
બુધવારે સુરત મનપાની મુખ્ય કચેરીના થોડા અંતરે જ મસમોટો ભુવો
મસમોટો ભુવો પડી જતા સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો
સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભુવા પડવાની શરૂઆત થઈ હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે સુરતમાં પડેલા દેમાર વરસાદ બાદ બુધવારે સુરત મનપાની મુખ્ય કચેરીના થોડા અંતરે જ મસમોટો ભુવો પડી જતા સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો મેટ્રોની કામગીરીને લઈ ભુવો પડ્યો હોવાના આક્ષેપો કરાયા હતાં.
સુરત શહેરમાંથી વિકાસની કામગીરી વચ્ચે વિનાશ નોતરતી તંત્રની એક ઘોર બેદરકારી સામે આવી છે. સુરતમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી જાણે સ્થાનિકો માટે આફત બની રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સુરત મનપાની મુખ્ય કચેરીની બિલકુલ બાજુમાં આવેલા મુખ્ય માર્ગ પર અચાનક 15 ફૂટ જેટલો ઊંડો અને જોખમી ભૂવો પડી જતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે આ કોઈ કુદરતી હોનારત નથી, પરંતુ મેટ્રો પ્રશાસનની સીધી લાપરવાહી છે.
