સુરત શહેરમાં 88.71 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત શહેરમાં 88.71 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપ્યો
રાજસ્થાનથી સુરતમાં વેચાણ માટે લાવ્યો હતો ડ્રગ્સ
આરોપી ઈમરાન મહેબૂબભાઈ શેખને ઝડપી પાડ્યો

સુરત શહેરમાં ડ્રગ્સના નેટવર્ક સામે ક્રાઈમ બ્રાન્ચ સતત કામગીરી કરી રહી છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી સુરતમાં વેચાણ માટે લાવવામાં આવેલ 88.71 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતના ઈન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઉત્રાણ રંગોલી ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી પોલીસે આરોપી ઈમરાન મહેબૂબભાઈ શેખને ઝડપી પાડ્યો હતો. અને તેની પાસેથી 88.71 ગ્રામ એમડી ડ્રગ્સ, રોકડ રકમ, મોબાઇલ સહિત 2.78 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો આરોપીનીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી રાજસ્થાનથી ડ્રગ્સ લાવી સુરત શહેરમાં છૂટક વેચાણ કરતો હતો. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *