સુરતમાં પાણી ઓસરી ગયા બાદ ધારાસભ્ય મુલાકાતે

Featured Video Play Icon
Spread the love

સુરતમાં પાણી ઓસરી ગયા બાદ ધારાસભ્ય મુલાકાતે
પાંડેસરા ગામમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી
ધારાસભ્ય, કોપોરેટરો સાથે અધિકારીઓ પણ જોડાયા

સુરતમાં પાણી ઓસરી ગયા બાદ હવે પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાઈ રહી છે ત્યારે પાંડેસરા ગામમાં પૂરગ્રસ્ત વિસ્તારની ધારાસભ્યએ મુલાકાત લીધી હતી. ત્યારે ધારાસભ્ય, કોપોરેટરો સાથે અધિકારીઓ પણ જોડાયા હતા જેઓને લોકોએ પોતાની સમસ્યા જણાવી હતી.

સુરતના પાંડેસરા ગામમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. પાણી ઉતર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા સ્થાનિક ધારાસભ્ય મનુ પટેલ સાથે નગરસેવકો તેમજ સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પહોંચ્યા હતા. અધિકારીઓએ સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી તેમની મુશ્કેલીઓ અને થયેલા નુકસાન અંગે માહિતી મેળવી હતી. સાથે જ પાણીના નિકાલ, સફાઈ અને જરૂરી સુવિધાઓ ઝડપથી પુનઃસ્થાપિત કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

સ્થાનિકોએ પણ પોતાની સમસ્યાઓ અને માંગણીઓ જનપ્રતિનિધિઓ સમક્ષ રજૂ કરી હતી. તંત્ર દ્વારા અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ અને જરૂરી કામગીરી ઝડપી પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *