સુરતના નાનપુરા મચ્છી માર્કેટમાં હપ્તાની માંગણી અને હેરાનગતિ
મહિલાઓએ ન્યાયની માંગ સાથે અઠવા પોલીસ મથકે રજુઆત કરી
માર્કેટમાં બેસીને માછલી વેચવી હોય તો પૈસા હપ્તો આપવો પડશે
સુરતના નાનપુરા મચ્છી માર્કેટમાં માછલી વેચતી મહિલાઓએ હપ્તાની માંગણી અને હેરાનગતિ કરાતી હોવાના ગંભીર આક્ષેપો સાથે મહિલાઓએ ન્યાયની માંગ સાથે અઠવા પોલીસ મથકે રજુઆત કરી હતી.
સુરતના નાનપુરા મચ્છી માર્કેટમાં માછલી વેચતી મહિલાઓએ હેરાનગતિના ગંભીર આક્ષેપો કર્યા સામે આવ્યા છે. અઠવા પોલીસ મથકે રજુઆત કરવા પહોંચેલી મહિલાઓએ કહ્યુ હતુ કે માર્કેટમાં બેસીને માછલી વેચવી હોય તો પૈસાની માંગણી કરવામાં આવે છે અને હપ્તો આપવાનું દબાણ કરવામાં આવે છે. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે હપ્તો નહીં આપીએ તો વેપાર કરવામાં મુશ્કેલી ઉભી કરવામાં આવે છે. બીજી તરફ, મચ્છી માર્કેટમાં ફેલાતી ગંદકીથી સ્થાનિક રહેવાસીઓ પણ પરેશાન છે. દુર્ગંધ અને અસ્વચ્છતાના કારણે આસપાસના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉપરાંત માર્કેટની આસપાસ સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવાના કારણે વાહનચાલકો અને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ અરજીના આધારે તપાસ શરૂ કરે છે કે નહીં અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે તે જોવુ રહ્યું…
