ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસું

Featured Video Play Icon
Spread the love

ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસું
અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો
મેઘરજના ગ્રામ્ય વિસ્તાર વરસાદ માહોલ સર્જાયો

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અને વીજળીના કડાકા અને ભડાકા વરસાદ વરસ્યો છે..મોડી રાત્રે મહેસાણા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.જિલ્લાના અનેક ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે.

મહત્વનું છે કે આગામી છ દિવસ સુધી હવામાન વિભાગે રાજ્યમાં વાતાવરણ પલટાની સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરેલી છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લા અને મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે.. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. સોમવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવ, કચ્છમાં માવઠાની આગાહી છે. મંગળવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભાવનગર, અમરેલી અને કચ્છમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *