મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત – વલસાડની મુલાકાતે.

Featured Video Play Icon
Spread the love

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત – વલસાડની મુલાકાતે.
જિલ્લા વહિવટી તંત્ર અને સુરત મનપાના અધિકારીઓ સાથે બેઠક
તમામ ધારાસભ્યો પણ આ સમીક્ષા બેઠકમાં જોડાયા હતા.

સુરતમાં વરસાદ બાદ સર્જાયેલી ખાડીપૂરની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી, સ્થાનિક ધારાસભ્યો અને મનપાના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં રાહત કામગીરીની ચર્ચા કરાઈ હતી અને ત્યારબાદ મુખ્યમંત્રી પોતે અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે સુરત શહેરમાં સર્જાયેલી ખાડીપૂરની સ્થિતિને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં એક મહત્વની અને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વરસાદ બાદ શહેરમાં ઉભી થયેલી પરિસ્થિતિ, પાણીના ભરાવા અને રાહત કામગીરી અંગે ઝીણવટભરી ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. સુરતની કટોકટીપૂર્ણ સ્થિતિને પહોંચી વળવા યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સ્થાનિક પ્રશાસનને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા માટે રાજ્ય સરકારના મંત્રીઓ અને સુરતના તમામ ધારાસભ્યો પણ આ સમીક્ષા બેઠકમાં જોડાયા હતા.

બેઠકમાં સુરત મહાનગરપાલિકા એટલે કે એસએમસી (SMC) ના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કમિશનર અને તેમની ટીમે ખાડીપૂરના કારણે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં પાણીના નિકાલ, રોગચાળો ન ફેલાય તે માટેની તકેદારી અને નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરીનો રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો હતો. મુખ્યમંત્રીએ તમામ એજન્સીઓને પરસ્પર સંકલન સાધીને કામ કરવા આદેશ આપ્યા છે. આ મહત્વની સમીક્ષા બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પોતે સુરતના ખાડીપૂરથી અસરગ્રસ્ત થયેલા વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેશે. તેઓ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને પૂરની સ્થિતિનું નિરીક્ષણ કરશે અને અસરગ્રસ્ત નાગરિકો સાથે સંવાદ સાધીને વહીવટી તંત્ર દ્વારા મળી રહેલી સુવિધાઓની જાતમાહિતી મેળવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *