વરાછામાં રોંગ સાઈડ વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસની ડ્રાઇવ
બીઆરટીએસ રોડ પર રોંગ સાઈડ વાહનચાલકો સામે તવાઈ
વરાછામાં રોંગ સાઈડ વાહનચાલકો પર પોલીસની કડક કાર્યવાહી
સુરતના વરાછામાં રોંગ સાઈડ વાહન ચલાવનારા સામે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હોય તેમ વેરહાઉસ અને ગીતાંજલિ પેટ્રોલ પંપ નજીક બીઆરટીએસ રોડ પર ખાસ ડ્રાઇવ યોજાઈ હતી.
સરતના વરાછા વિસ્તારમાં રોંગ સાઈડ દોડતા વાહનો હવે ટ્રાફિક પોલીસના રડારમાં આવી ગયા હોય તેમ સેમી-5, પોલીસ કર્મચારીઓ અને ટીઆરબી જવાનોની ટીમે બીઆરટીએસ રોડ પર ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર રિક્ષા અને ફોર-વ્હીલર સહિતના વાહનોને રોકી તપાસ કરી હતી. કાર્યવાહી દરમિયાન 2 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતાં. જ્યારે 43 વાહનચાલકો સામે ઈ-મેમો અને રોકડ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.
