સુરતના પુણા ઉમરવાડામાં તોતિંગ વૃક્ષ ધરાશાઈ
ઝાડ નીચે પડતા ઝાડ નીચે પાર્ક કારનો કચ્ચણધાણ નિકળ્યો
સુરતમાં ચોમાસા દરમિયાન ઝાડ પડવાની ઘટનાઓ વચ્ચે પુણાના ઉમરવાડા ખાતે તોતિંગ વૃક્ષ પડી જતા ઝાડ નીચે પાર્ક કારનો કચ્ચણધાણ નિકળી ગયો હતો.
સુરતમાં ચોમાસામાં અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે સુરતના પુણા વિસ્તારમાં આવી ઘટના બની હતી. સુરતના પુણા ઉમરવાડામાં તોતિંગ વૃક્ષ ધરાશાઈ થયુ હતું. ઝાડ નીચે પડતા ઝાડ નીચે પાર્ક કારનો કચ્ચણધાણ નિકળ્યો હતો. તો ઘટનાના પગલે ફાયર વિભાગ તાત્કાલિક સ્થળે દોડી ગયો હતો અને ફાયર દ્વારા ઝાડ કાપી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
