ભેસ્તાનમાં ચોરનો આતંક, સીસીટીવીમાં ઘટના કેદ
સાંઈ પૂજન રો-હાઉસમાં ટોપીધારી શખ્સની ચહલપહલથી ભયનો માહોલ
સુરતમાં ગુલાબી ઠંડીની શરૂઆત સાથે ચોરોનો આતંક સામે આવ્યો છે. ભેસ્તાનના સાંઈ પૂજન રો-હાઉસમાં માથા પર ટોપી પહેરી આવેલા રીઢાએ આતંક મચાવ્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સાઈ પૂજન રો-હાઉસમાં ચોરે ઉત્પાત મચાવ્યો હતો. મોડી રાત્રે એક શખ્સ ટોપી પહેરીને વિસ્તારમાં ફરતો જોવા મળ્યો હતો. આ શખ્સની હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થતાં રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ હતી. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ રહેવાસીઓમાં પણ સાવચેતીને સજાગતા જોવા મળી હતી. રાત્રિના સમયે અજાણ્યા શખ્સોની હિલચાલ પર નજર રાખવા અને ઘરની સુરક્ષા અંગે સતર્ક રહેવાની જરૂરિયાત ઉભી થઈ છે. હવે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરી સીસીટીવીના આધારે શખ્સની ઓળખ કરવામાં આવે છે કે કેમ તેના પર નજર છે.
