રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 7 પર પહોંચી,
સમગ્ર દેશમાં હાલ 257 દર્દીઓ સારવાર હેઠળ
ભારતમાં પણ કોરોનાના કેસમાં ફરી વધારો
કોરોના વાયરસે પોતાનું સ્વરૂપ બદલી નાખ્યું છે અને ફરી એકવાર દસ્તક આપી છે. સિંગાપોર અને હોંગકોંગમાં કોવિડ-19ના કેસોમાં વધારાને કારણે ભારતમાં લોકો ડરી ગયા છે. કોરોનાનો જેએન .1 વેરિઅન્ટના અનેક દેશોમાં કેસ નોંધાયા છે. કોરોનાના દેશમાં 257 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં હાલ એક્ટિલ 7 કેસ છે. ગુજરાતમાં હાલ 7 કેસ નોંધાયા છે. એક સપ્તાહમાં રાજ્યમાં છ નવા કેસ નોંધાયા છે. છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં કોરોનાથી એક દર્દી સ્વસ્થ થયું છે. ઉલ્લેખનિય છે કે, 2020થી અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના 12.81 લાખ કેસ નોંધાયા છે. 2020થી અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી 11 હજારથી વધુના મોત થયા છે.
કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. કેરળમાં કોરોનાના સૌથી વધુ 95 એક્ટિવ કેસ નોંધાયા છે. તો તમિલનાડુ બીજા ક્રમે છે, જ્યાં કોરોનાના 66 એક્ટિવ કેસ છે.
ફરી એકવાર, કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ ઝડપથી વધવા લાગ્યા છે. મુંબઈની KEM હોસ્પિટલમાં બે કોરોના પોઝિટિવ દર્દીઓના મોત બાદ શહેરમાં તકેદારી વધારી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે. પ્રશ્ન એ છે કે શું કોરોનાનો આ વેરિયન્ટ 2020 જેવો કહેર વર્તાવશે. સિંગાપોર અને હોંગકોંગ જેવા એશિયન દેશોમાં કોરોના વાયરસના નવા પ્રકારના કેસ સૌથી વધુ વધી રહ્યા છે.
આરોગ્ય મંત્રાલયે સોમવારે કોરોના વાયરસ પર ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી હતી. બેઠકમાં દેશમાં કોવિડ-19 ની વર્તમાન પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. 19 મે સુધીમાં ભારતમાં કોરોનાના 257 સક્રિય કેસ મળી આવ્યા હતા. દેશની મોટી વસ્તીને ધ્યાનમાં લેતા આ આંકડો ખૂબ જ ઓછો છે. મુંબઈમાં પણ બે દર્દીઓએ ચેપને કારણે જીવ ગુમાવ્યા છે. ભારતમાં કોરોનાના મોટાભાગના કેસ કેરળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં જોવા મળ્યા છે. જોકે, ભારતમાં ફરતા JN.1 કોરોના વેરિઅન્ટ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પીટીઆઈએ એક સત્તાવાર સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે, “દેશમાં જોવા મળતા લગભગ તમામ કોરોના કેસ હળવા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી.