સુરત: પીસીબી ટીમને મળી મોટી સફળતા, 12 વર્ષથી ફરાર લૂંટ વિથ મર્ડરનો આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરત: પીસીબી ટીમને મળી મોટી સફળતા, 12 વર્ષથી ફરાર લૂંટ વિથ મર્ડરનો આરોપી ઝડપાયો
મહારાષ્ટ્રના શહાદાથી વર્ષ 2014ના ગંભીર ગુનાના તસ્કરને પોલીસે દબોચ્યો
પીસીબીએ આરોપીને પકડી આગળની કાર્યવાહી માટે હજીરા પોલીસને સોંપ્યો

હજીરા પોલીસ મથકની હદમાં વર્ષ 2014માં એટલે કે 12 વર્ષ અગાઉ લુંટ વીથ મર્ડરના ગુનામાં સંડોવાયેલા આરોપીને મહારાષ્ટ્રના શહાદાથી પીસીબીની ટીમે ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો હજીરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

સુરતમાં વિવિધ ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અપાયેલી સુચનાને લઈ પીસીબીની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે પીસીબીની ટીમને મળેલી બાતમીના આધારે હજીરા પોલીસ મથકમાં વર્ષ 2014માં નોંધાયેલા મર્ડર અને લુંટના ગુનામાં 12 વર્ષથી નાસતા ફરતા આરોપી એવા વિરેશ રમેશચંદ્ર શર્માને મહારાષ્ટ્રના શહાદાથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો હજીરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *