ક્રિયમ ફાર્માનું સુરતમાં ભવ્ય ઉદ્ઘાટન

Featured Video Play Icon
Spread the love

ક્રિયમ ફાર્માનું સુરતમાં ભવ્ય ઉદ્ઘાટન
એસઆરકે એક્સપોર્ટ્સની નવી પહેલ
એસઆરકે ફેમિલીનું ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ઐતિહાસિક પગલું
‘ક્રિયમ ફાર્મા’ સાથે એસઆરકે ફેમિલી હવે આરોગ્યસંભાળના ક્ષેત્રે – વિશાળ વિઝન સાથે લોન્ચિંગ
એસઆરકે ફેમિલી તરફથી દેશને ભેટ ,’ક્રિયમ ફાર્મા’ના નવા યુગની શરૂઆત

નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ ફેમિલીએ હવે આરોગ્યસંભાળ અને સર્વાંગી કલ્યાણના ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નવી પહેલ રૂપે “ક્રિયમ ફાર્મા” નો શુભારંભ કરવામાં આવ્યો છે.

સુરતમાં આજે યોજાયેલા ભવ્ય ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, “આરોગ્યમ – આરોગ્ય અને ઉપચારની દિશામાં નવી ઉડાન”થીમ હેઠળ ક્રિયમ ફાર્માનું સત્તાવાર લોન્ચિંગ થયું.આ પહેલ દ્વારા SRK પરિવાર તેના વિશ્વાસ, જવાબદારી અને શ્રેષ્ઠતા જેવા વારસાને આગળ ધપાવતું, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના વિઝન સાથે આગળ વધી રહ્યું છે.કંપની વર્ષ 2030 સુધીમાં સમગ્ર ભારતમાં દરેક શહેર, નગર અને ગામ સુધી દવાઓ ઉપલબ્ધ કરાવવાનું તેમજ 3,500 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારના અવસર ઉભા કરવાનું લક્ષ્ય ધરાવે છે. સાથે જ જ્યાં વ્યાજબી અને ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓની માંગ છે તેવા ઉભરતા બજારોમાં નિકાસની સંભાવનાઓ પણ કંપની જોઈ રહી છે હાલમાં અગ્રણી કોન્ટ્રાક્ટ ડેવલોપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન્સ પાસેથી દવાઓનું સોર્સિંગ કરી રહેલી ક્રિયમ ફાર્મા આગામી તબક્કામાં પોતાની ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવાની યોજના ધરાવે છે.શ્રી ધોળકિયાએ વધુમાં જણાવ્યું હતું કે, “અમારું મિશન એક સરળ માન્યતા પર આધારિત છે -દવાઓ દરેક સુધી પહોંચે તે કોઈ વિશેષાધિકાર નથી, પરંતુ દરેકનો મૂળભૂત અધિકાર છે. અમારી દરેક પ્રોડક્ટ, દરેક ભાગીદારી અને દરેક નિર્ણય આ જ ગુણવત્તા અને પ્રામાણિકતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *