ચૂંટણી ટાણે પાટીદાર સમાજના નેતા બનવા મથુર સવાણીના હવાતિયાં
પાટીદાર યુવકો નશામાં ધકેલાય રહ્યા છે ત્યારે સરકારને કેમ સવાલ નહિ ?
અનામત મુદ્દે અન્યાય થતો હતો ત્યારે કેમ ચૂપ રહ્યા ?
ગેરરીતિઓ દુર કરવા અને સમાજને એક તાંતણે લાવવા માટે બંધારણ બનાવાની માંગ ઉઠી છે. જેથી કુરિવાજો કન્ટ્રોલમાં આવી શકે. જે અંગે ચૂંટણી ટાણે પાટીદાર સમાજમાં મથુર સવાણીએ ફરી બંધારણ નામે નેતા બનવા હવાતિયાં મારવાનું શરુ કર્યું છે, પાટીદાર સમાજ સાથે અન્યાય સમયે સરકાર ખોલે બેસનાર મથુર સવાણીને હવે ફરી સમાજ યાદ આવ્યો છે ત્યારે સમાજના નામે લાભ ખાટવા નીકળેલા મથુર સવાણીના આ તુતને પાટીદારો ઓળખે છે કે નહિ તે સમય જ બતાવશે .
હાલ મોંઘવારી અને વધતા સોનાના ભાવોને લઇ તેમજ પ્રેમ લગ્નોના કારણે થતા વિવાદોને લઇ દરેકે સમાજમાં બંધારણ બનાવવાનું શરુ કરાયું છે, રબારી , ઠાકોર સમાજના બંધારણ બની જતા હવે પાટીદાર સમાજમાં પણ આવું બંધારણ બને તેવો એક ફતવો લઇ હાંસિયામાં ધકેલાયા પાટીદાર સમાજના ફરી નેતા બનવા માંગતા મથુર સવાણીએ પાટીદાર સમાજમાં પણ બંધારણની માંગ મુદ્દે પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા હવાતિયાં મારવાનું શરુ કર્યું છે. સમાજમાં રિવાજ અને કુરિવાજોને કંટ્રોલ માટે બંધારણ બનવા અંગે પદ્મશ્રી મથુર સવાણીએ જાતે પોતાના મનસ્વી રીતે આગેવાની લઇ એક વિડીયો બનાવ્યો હતો, અને જાતે આજે વીડિયોના કારણે સમાજ તરફથી પ્રતિસાદ મળ્યો હોવાનો જશ ખાટવા નીકળી પડ્યા છે અને સોશિયલ મીડિયામાં વિડિયો પોસ્ટ કરી પાટીદાર સમાજના બંધારણ માટે મથુર સવાણીએ સમર્થન માંગ્યું છે. અને કહ્યુ હતુ કે રીત રિવાજ કંટ્રોલ કરવા માટે બંધારણ બનાવવું જોઈએ.
અત્યાર સુધી પાટીદાર સમાજની દીકરીઓ અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને નોકરી છૂટી જતા રત્ન કલાકારોએ વતન જવા સુધીનો વારો આવ્યો તે બધી પીડા સમયે મથુર સવાણીએ કયારેય સવાલ કે રજૂઆત પણ કરી નથી અને હવે રાતો રાત તેમને પાટીદાર સમાજમાં કુરિવાજો મુદ્દે બંધારણ યાદ આવ્યું છે ત્યારે લોકોમાં ચર્ચાનો વિષય બનેલા માથુર સવાણીને લઇ લોકો જાત જાતની ચર્ચા અને ટિપ્પણીઓ કરી રહ્યા છે કે પાટીદાર સમાજનએ અનામત મુદ્દે અન્યાય થતો હતો ત્યારે કેમ પાટીદાર સમાજની પીડા નહિ સમજાય ?
ત્યારે સરકાર સામે કેમ સવાલ નહિ કરાયા ?
પાટીદાર યુવકો નશામાં ધકેલાય રહ્યા છે અને બેરોજગારીના કારણે સાયબર ક્રાઇમ કરી રહ્યા છે ત્યારે સરકાર સામે બોલવામાં મથુર ભાઈના મોઢે કેમ તાળું લાગી જાય છે ?
દીકરીઓ મોંઘવારીના કારણે ભણી શકતી નથી અને માં બાપને મદદરૂપ થવા નાની ઉંમરમાં કામ ધંધે લાગી જાય છે ત્યારે શિક્ષણ મુદ્દે સરકારને કેમ સવાલ નથી પૂછતાં ?
પાટીદાર સમાજના હામી બનવા નીકળેલા મથુર સવાણી હાલ કિરણ હોસ્પિટલના ચેરમેન બની પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યા છે ત્યારે હાંસિયામાં ધકેલાયા મથુર સવાણી ફરી પોતાના રાજકીય રોટલા શેકવા પાટીદાર સમાજના ખંભે બેસવા બંધારણના નામે નવો તુક્કો લઇ સોસીયલ મીડિયાના માધ્યમથી રાજ્યના 1,000 થી વધારે પાટીદાર સમાજના સંગઠનના આગેવાનો સુધી પહોંચવા અને લોકોના અભિપ્રાયથી પાટીદાર સમાજનું બંધારણ બનાવવા નીકળ્યા છે ત્યારે હવે પાટીદાર સમાજ મથુર સવાણીને સમર્થન કરશે કે નહિ એ તો સમય જ બતાવશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
