સુરત : પોલીસે બળાત્કાર ગુજારનાર નરાધમની ધરપકડ કરી
નરાધમ વિજય આગળેએ લાલચ આપી શિક્ષિકા પર બળાત્કાર ગુજાર્યો
મકાન અપાવવાના બહાને ઓનલાઈન પાંચ લાખ પડાવ્યા
ડિંડોલીની શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી પરિણીતા સાથે પ્રેમ સંબંધ બાંધી બળાત્કાર ગુજારનાર નરાધમ પરિણીત યુવાનની પોલીસે ધરપકડ કરી હતી.
સુરતના ડિંડોલી ખાતે આવેલી એક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પરિણીતા સાથે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પિતા નરાધમ વિજય અર્જુન આગળેએ મિત્રતા કેળવ્યા બાદ તેઓ વચ્ચે પ્રેમ સંબંધ થતા નરાધમ વિજય આગળેએ લાલચ આપી શિક્ષિકા પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ અવાર નવાર જબરજસ્તી બળાત્કાર ગુજાર્યો હતો અને મકાન અપાવવાના બહાને ઓનલાઈન પાંચ લાખ પડાવ્યા બાદ મારઝુડ કરી હતી અને શિક્ષિકાના બાળકોને ચપ્પુ બતાવી ધમકી આપી હોય સાથે શિક્ષિકના વિડીયો વાયરલ કરતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી જે ફરિયાદના આધારે ડિંડોલી પોલીસે નરાધમ વિજય આગળેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
