સુરત પીસીબીની ટીમે નક્સલ પ્રભાવીત વોન્ટેડ આરોપી ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત પીસીબીની ટીમે નક્સલ પ્રભાવીત વોન્ટેડ આરોપી ઝડપ્યો
મર્ડર અને લુંટના ગુનામાં 25 વર્ષથી હતો વોન્ટેડ
અમરસીંગ ઉર્ફે ભાટી સુખનંદન કુશવાહાને છત્તીસગઢના બિલાસપુરથી ઝડપ્યો

સુરત પીસીબીની ટીમે ઉમરા પોલીસ મથકમાં મર્ડર અને લુંટના ગુનામાં 25 વર્ષથી વોન્ટેડ આરોપીને નક્સલ પ્રભાવીત છત્તીસગઢના બિલાસપુરથી ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલા આદેશને લઈ પીસીબીના પી.આઈ. આર.એસ. સુવેરાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ હસમુખ તથા અ.હે.કો. અશોકે બાતમીના આધારે વર્ષ 2000માં એટલે કે 25 વર્ષ અગાઉ ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યા અને લુંટના ગુનામાં વોન્ટેડ આરોપી અમરસીંગ ઉર્ફે ભાટી સુખનંદન કુશવાહાને છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તાર બિલાસપુર ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો ઉમરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *