સુરતના પાસોદરા ખાતે પાડોશીના ત્રાસથી કંટાળી આત્મઘાતનો પ્રયાસ

Featured Video Play Icon
Spread the love

સુરતના પાસોદરા ખાતે પાડોશીના ત્રાસથી કંટાળી આત્મઘાતનો પ્રયાસ
ઝેરી દવા ગટગટાવી લેતા તેણીને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ
નિલેશ પરમાર દ્વારા તેણીને ગાળો આપી ટોર્ચર કરતું

સુરતના પાસોદરા ખાતે રહેતી એક મહિલાએ પાડોશીના ત્રાસથી કંટાળી વિડીયો બનાવી ઝેરી દવા ગટગટાવી લેતા તેણીને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી.

સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે પાસોદ્રાની ઓમ ટાઉનશિપ ખાતે રહેતા એક મહિલાએ પાડોશીના ત્રાસથી કંટાળી વિડિયો બનાવી ઝેરી દવા ગટગટાવી લેતા તેણીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી. તો બનાવને લઈ પોલીસે સ્થળે દોડી જઈ તપાસ કરતા આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને પાડોશી નિલેશ પરમાર દ્વારા તેણીને ગાળો આપી ટોર્ચર કરાતુ હોવાથી 6 જાન્યુઆરી 2026એ લસકાણા પોલીસ મથકમાં જઈ રજુઆત કરી હોવા છતા પોલીસે ગુનો ન નોંધ્યો હતો અને ફરી 24 ફેબ્રુઆરીએ પણ ફરિયાદ કરવા ગઈ હોવા છતા ફરિયાદ ન લેતા મહિલાએ આ અંતિમ પગલુ ભર્યુ હોવાનુ પરિવારે જણાવ્યુ હતું. હાલ તો આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *