સુરતના હજીરા ખાતે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ખાતે હડતાલ

Featured Video Play Icon
Spread the love

સુરતના હજીરા ખાતે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ખાતે હડતાલ
કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા અને કારમાં તોડફોડ કરી
ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

સુરતના હજીરા ખાતે આવેલી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ખાતે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા અને કારમાં તોડફોડ કરતા પોલીસ કાફલો ગોઠવી દેવાયો હતો.

હરિયાણાના પાણીપતમાં એક કર્મચારીના મોતના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેની ઘેરી અસર સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં જોવા મળી છે, જ્યાં એસએમપી-3 પ્લાન્ટના પ્રોજેક્ટ સાઈટ પર કાર્યરત મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓએ અચાનક કામ રોકીને ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. પાણીપતની ઘટનાના આક્રોશ વચ્ચે હજીરાના પ્લાન્ટમાં પણ કર્મચારીઓએ એકઠા થઈ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે અને પોતાના પડતર પ્રશ્નો તેમજ પગાર વધારા જેવી વિવિધ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન તેજ કર્યું છે. શ્રમિકો દ્વારા કારમાં તોડફોડ કરવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાને લઈને હાલ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ પ્લાન્ટ પર પહોંચી ગઈ છે. તો સ્થિતિને થાળે પાડવા અને કર્મચારીઓને સમજાવવા માટે કંપનીના ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જોકે મોટી સંખ્યામાં શ્રમિકોના આકસ્મિક આક્રોશને પગલે પ્લાન્ટમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *