સુરત લિંબાયત વિસ્તારમાં ગળુ દબાવી હત્યા

Featured Video Play Icon
Spread the love

સુરત લિંબાયત વિસ્તારમાં ગળુ દબાવી હત્યા
પારિવારિક ઝઘડામાં પત્નિનુ ગળુ દબાવી હત્યા
હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી

સુરત લિંબાયત વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં પત્નિનુ ગળુ દબાવી હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી છે.

લિંબાયત વિસ્તારમાં ક્રિષ્ણા નગર એક ખાતે રહેતા જીતેન્દ્ર માળીએ તેમની પત્નિ ગીતાંજલીબેન સાથે ઝઘડો થતા ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા જ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, ખાસ પોલીસ કમિશનર જામીર, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એનકે કામળીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ કેએચ ચૌધરીની ટીમના એએસઆઈ અંકીત તથા અપોકો સાજણ અને યુવરાજસિંહએ બાતમીના આધારે તથા ટેકનીકલ વર્ક આઉટના આધારે હત્યારા પતિ મુળ મહારાષ્ટ્રનો અને હાલ લિંબાયત ક્રિષ્ના નગર 1 ખાતે રહેતા દિલીપ આનંદા માળી મહાજનને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *