માંડવીમાં શિવ પૂજા યજ્ઞનું આયોજન કરાયું
પીએમ મોદીના જન્મદિવસને લઈ યજ્ઞનું આયોજન કરાયું
સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટી દ્વારા માંડવી નગરમાં દત્ત મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે શિવ પૂજા યજ્ઞનું આયોજન કરાયું.
સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટી દ્વારા માંડવી નગરના દત્ત મંદિર ખાતે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75 માં જન્મદિન નિમિત્તે શિવ પૂજા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ પૂજામાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ સંસદ પ્રભુભાઈ વસાવા મહામંત્રી શ્રીઓ છનાભાઈ વસાવા, વિજયભાઈ પટેલ જોડાયા હતા. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, સાંસદ પ્રભુભાઈ વસાવા એ પૂજા અર્ચના આરતી ઉતારી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની નિરામય તંદુરસ્તી માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે નગરને સ્વચ્છ અને સુંદર રાખનાર તમામ સફાઈ કર્મીઓનું ભરતભાઈ રાઠોડ તેમજ પ્રભુભાઈ વસાવા દ્વારા ગુલાબનું ફૂલ આપી મીઠાઈઓ ખવડાવી તેમને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જીગરભાઈ નાયક , જિલ્લા મંત્રી ડો આશિષભાઈ ઉપાધ્યાય, માંડવી પાલિકા પ્રમુખ નિમેષભાઈ શાહ, કિરીટભાઈ પટેલ, નગર સંગઠનના હોદ્દેદારો તથા પાલિકાના ચૂંટાયેલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
