બગસરા : કડાયા ગામે SBI બેંક દ્વારા વિદ્યાર્થીઓને સ્માર્ટ ટીવી અને કોમ્પ્યુટર સિસ્ટમ અર્પણ કરાઈ
આ પ્રસંગે ગામના સરપંચ શાળાના શિક્ષકો સહીત વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા
બગસરાના કડાયા ગામે એસબીઆઈ બેંક દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક હેતુ માટે સ્માર્ટ ટીવી અને કોમ્પ્યુટર સિસ્ટમ અર્પણ કરવામાં આવ્યું ગામના સરપંચ શાળાના શિક્ષકો સહીત વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા
અમરેલીના બગસરા તાલુકાના કડાયા ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે બગસરા SBI શાખાના બ્રાન્ચ મેનેજર શ્રી યશવંત સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ કડાયા ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચતર શિક્ષણ પ્રાપ્ત થાય તેવા હેતુથી સ્માર્ટ ટીવી પંખા તેમજ કોમ્પ્યુટર સિસ્ટમ આપવામાં આવેલ આ તકે ગામના સરપંચ રાજદીપભાઇ ધાધલ એસ.એમ.સી અધ્યક્ષ હિતેશભાઈ સાવલીયા શાળાના આચાર્ય લક્ષ્મણભાઈ સતાસિયા તેમજ sbi બ્રાન્ચ મેનેજર યશવંત સોલંકી સાહેબ સહિત ગામ લોકો અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગામના સરપંચ તેમજ શાળા પરિવાર દ્વારા SBI બેન્કના મેનેજર સહિત સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો…
