અમરેલી : માનવ મંદિર આશ્રમ ખાતે શરદોત્સવનુ આયોજન
મનોરોગી દીકરીઓને ડી.જે.ના તાલે શરદોત્સવના રાસ ગરબાનું આયોજન કરાયું
સાવરકુંડલાના હાથસણી નજીક સંત શિરોમણિ ભક્તિબાપુ દ્વારા મનોરોગી દીકરીઓના પાલક પિતા બની સેવાના સારથી બન્યા છે ત્યારે શરદપૂનમની રઢિયાળી રાત્રે ભક્તિરામ બાપુ દ્વારા માનવ મંદિર આશ્રમ ખાતે શરદોત્સવનુ આયોજન. સહકારી નેતા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને મનોરોગી દીકરીઓ સંગાથે શરદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી
દિલીપ સંઘાણી સાથે તેમના ધર્મપત્ની ગીતાબેન સંઘાણી, પૂર્વ સાંસદ નારણ કાછડીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા રઢિયાળી શરદપૂનમની રાસ રમ્યા હતા દિલીપ સંઘાણી દ્વારા મનોરોગી દીકરીઓના સેવાના સારથી ભક્તિબાપુ ની સરાહના કરી હતી સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશ કસવાળા, સાથે પ્રસિધ્ધ હાસ્ય કલાકાર મનસુખ વસોયા, લોકગાયિકા આશા કરેલીયા સહિતના કલાકારો શરદોત્સવ 2025 માં માનવમંદિર ખાતે મનોરોગી દીકરીઓને ડી.જે.ના તાલે શરદોત્સવના રાસ ગરબાનું આયોજન કરાયું…
