ડોલારા હાટબજારમાં લોક ડાયરો યોજાયો
હાટબજારમાં સરકારનું યોજનાકીય સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું
કલાકારોએ હાટબજારમાં આવેલા લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા
ગ્રામ્ય વિસ્તારના લોકપ્રિય હાટબજારમાં લોકડાયરાના માધ્યમથી મિશન લાઈફ કાર્યક્રમ અંગે લોકોને કેળકુઈના શિવરંજની ગૃપે સંદેશ આપ્યો
તા.૦૬- તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડોલારા ગામે ભરાતા હાટબજારમાં તા.૦૫/૧૦/૨૦૨૫ના રવિવારના રોજ સાંજે ૬-૦૦ કલાકે કેળકુઈ ગામના મશહુર શિવરંજની ગૃપ દ્વારા ભવ્ય લોકડાયરો યોજાયો હતો. જિલ્લાના મુખ્ય મથક વ્યારા (સયાજી ગ્રાન્ડ) ખાતે આગામી તા.૧૧ અને ૧૨ ઓકટબરના રોજ યોજાનાર અનેક વિધ કાર્યક્રમો અંગે લોકકલાઓના માધ્યમથી લોકોને સંદેશ પહોંચાડવાનો જિલ્લા માહિતી કચેરી દ્વારા પ્રયાસ કરાયો હતો. ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા મિશન લાઈફ (પર્યાવરણ માટે જીવન શૈલી) મુખ્ય થીમ સાથે સમગ્ર જિલ્લામાં લોકજાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. જેના ભાગરૂપે ટકાઉ જીવનશૈલી પ્રત્યે લોકજાગૃતિ લાવવા માટે સરકારએ અનોખી પહેલ કરી છે. હાટબજારમાં સરકારનું યોજનાકીય સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું. શિવરંજની ગૃપના સ્થાનિક કલાકારો ગાયક નિતિનભાઈ ચૌધરી,ઉલ્લાસભાઈ ચૌધરી, તબલાવાદક જિગ્નેશભાઈ ચૌધરી, બેન્જોવાદક પ્રણવ ચૌધરી, ઓકટોપેડ અંકુર ચૌધરી, હેમંત ચૌધરી કલાકારોએ હાટબજારમાં આવેલા લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા..
