સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન-પાણીની સમસ્યાને લઈને વિરોધ

Featured Video Play Icon
Spread the love

સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન-પાણીની સમસ્યાને લઈને વિરોધ
વિદ્યાર્થીનીઓના ધરણાં, એબીવીપી કાર્યકરોની હાજરીમાં સૂત્રોચ્ચાર

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ ભોજન અને પાણીની સમસ્યાને લઈને એબીવીપીના કાર્યકરોની હાજરીમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. હલકી ગુણવત્તાનું ભોજન પીરસાતું હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીનીઓ અને એબીવીપી કાર્યકરોએ હોસ્ટેલ કેમ્પસમાં ધરણા અને સૂત્રોચાર કર્યા હતાં.

વીએનએસજીયુની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો વિરોધ યથાવત હોય તેમ હોસ્ટેલમાં હલકી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવતું હોવાનો વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો હતો. સાથે જ પાણીની વ્યવસ્થાને લઈને પણ વિદ્યાર્થીનીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. વિદ્યાર્થીનીઓના સમર્થનમાં એબીવીપી કાર્યકરો પણ મેદાનમાં આવ્યા હતાં. હોસ્ટેલ કેમ્પસમાં ધરણા સાથે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની મુખ્ય માંગ એ હતી કે માત્ર એક કલાક પાણી આપવાની જગ્યાએ 24 કલાક પાણીની વ્યવસ્થા કરવામાં આવે. બહારથી ઓનલાઈન ભોજન મંગાવવા પર વોર્ડન દ્વારા મનાઈ કરવામાં આવતી હોવાનો પણ વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો હતો. આ મનાઈ સામે વિદ્યાર્થીનીઓએ ભારે હોબાળો કર્યો હતો. રજૂઆત કરવા આવેલા એબીવીપી કાર્યકરો સાથે ધક્કામુક્કી અને જીભાજોડી થયાના પણ આક્ષેપો કરાયો હતો. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ આ સમસ્યાઓને લઈને અગાઉ પણ વિરોધ કરવામાં આવ્યો હતો. તે સમયે સમરસ તંત્ર દ્વારા સમસ્યાઓના ઉકેલનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ પણ પરિસ્થિતિમાં સુધારો ન થતાં ફરી એકવાર વિદ્યાર્થીઓ અને એબીવીપી દ્વારા વિરોધનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની માંગ છે કે જો ભોજન અને પાણી સહિતની સમસ્યાઓનો તાત્કાલિક અને યોગ્ય નિકાલ કરવામાં આવે. જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ધરણાં ચાલુ રાખવાની ચીમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *