સુરતમાં ટ્રાફિક જવાનની સરાહનિય કામગીરી
ટીઆરબી જવાને સીપીઆર આપીને જીવ બચાવ્યો
વૃદ્ધની તબિયત લથડતા તાત્કાલિક સીપીઆર આપી જીવ બચાવ્યો.
સુરત ટ્રાફીક પોલીસની મદદ માટે આવેલી ટીઆરબીના જવાને એક વૃદ્ધને હાર્ટ એટેક આવતા બચાવી લીધા છે. વૃદ્ધને તાત્કાલિક સીપીઆર આપી સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતાં.
સુરતમાં પોલીસ હોય કે પોલીસ સહાયક વારંવાર લોકોની મદદ માટે તત્પર રહેતા હોય છે. ત્યારે સુરત ટ્રાફિક પોલીસ સર્કલ 12 માં ફરજ બજાવતા ટીઆરબી હર્ષ સુરેન્દ્રભાઈ, રાજ પ્રદીપભાઈના ઓ અંજલી ફાટક ટ્રાફિક નિયમન કરતા એક વૃદ્ધ અચાનક હાર્ટ અટેક આવી જતા તેમને તાત્કાલિક સી.પી.આર. તથા પ્રાથમિક સારવાર આપી દવાખાને સારવાર અર્થે મોકલી આપ્યા હતાં. તાત્કાલિક સારવાર મળવાથી વૃદ્ધને નવજીવન મળ્યું છે જેથી લોકોએ ટીઆરબી જવાનોની કામગીરીની સરાહના કરી હતી.