ગુજરાતમાં ‘ઓપરેશન હેલ્થ’ જનજાગૃતિ અભિયાન શરૂ

Featured Video Play Icon
Spread the love

ગુજરાતમાં ‘ઓપરેશન હેલ્થ’ જનજાગૃતિ અભિયાન શરૂ
આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવાશે
આઈસ્ક્રીમ ખરીદતા પહેલાં લેબલ તપાસવાની આરોગ્યમંત્રીની અપીલ

ગુજરાતમાં હવે આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવવા રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ અને ખોરાક-ઔષધ નિયમન તંત્ર દ્વારા ઓપરેશન હેલ્થનો પ્રારંભ કરાયો છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ લોકોને આઈસ્ક્રીમ ખરીદતા પહેલાં પેકેટનું લેબલ અને તેમાં વપરાયેલા ઘટકો તપાસવા અપીલ કરી છે.

આઈસ્ક્રીમ સમજીને તમે ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાતા ને? હવે ગ્રાહકોને જાગૃત કરવા ગુજરાત સરકાર મેદાનમાં ઉતરી છે. રાજ્યના આરોગ્ય વિભાગ અને ખોરાક-ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી ઓપરેશન હેલ્થ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત લોકો સુધી પહોંચાડવાનો નિર્ણય લેવાયો છે. આઈસ્ક્રીમમાં મિલ્ક ફેટનો જ્યારે ફ્રોઝન ડેઝર્ટમાં વેજિટેબલ ફેટનો ઉપયોગ થાય છે. દેખાવ અને સ્વાદમાં બંને સરખાં લાગતાં હોવાથી ગ્રાહકો ઘણીવાર ગેરસમજનો ભોગ બને છે. આરોગ્યમંત્રીએ લોકોને ખરીદી પહેલાં પેકેટ પરનું નામ, ઘટકો અને પોષકતત્વોની માહિતી વાંચવાની અપીલ કરી છે. સાથે જ છૂટક વેચાણ કરતા વેપારીઓને પણ આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ અંગે ગ્રાહકોને સ્પષ્ટ માહિતી આપવા સૂચના અપાઈ છે. જોકે, ફ્રોઝન ડેઝર્ટ હોવાનો અર્થ તે ભેળસેળયુક્ત કે અસુરક્ષિત છે એવો નથી. બંને ઉત્પાદનોની ગુણવત્તા તેમના ઘટકો અને ઉત્પાદન પ્રક્રિયા પર આધારિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *