અમરેલી: વરસાદને લઇ હવામાન નિષ્ણાત જયપ્રકાશ માઢકની આગાહી
7થી 10 જૂલાઇમાં કચ્છમાં અત્યાધિક ભારે વરસાદ પડશે
13-14 જૂલાઇએ રાજસ્થાન અને ગુજરાતમાં અતિભારે વરસાદ થવાની શક્યતા
જૂન માસમાં સારો વરસાદ થાય બાદ જૂલાઈ માસમાં કેવો રહેશે વરસાદ એની ઉત્કંઠા સૌના મન મા હોય એ સ્વાભાવિક છે.તો વરસાદ હજુ ગયો નથી. 30 જૂને અષાઢી પાંચમે અને પહેલી તારીખે પણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના અમુક ભાગો માં વરસાદ થવાનો સંભાવના હવામાન નિષ્ણાત જયપ્રકાશ માઢકની આગાહી..
જયપ્રકાશ માઢકના કહેવા અનુસાર પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓરિસ્સા પાસે એક હળવા દબાણની પ્રણાલી સક્રિય થઈ છે.આને લીધે જેને કારણે 3 અને 4 જુલાઈએ મધ્ય ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા 5 જૂલાઇ એ પશ્ચિમ બંગાળમાં વધુ એક સીસ્ટમ આકાર લેશે જેથી ગુજરાતના અમુક ભાગો 5 અને 6 જુલાઈએ પણ વરસાદ પડશે જયપ્રકાશ માઢકની મોટી આગાહી મૂજબ 7થી 10 જૂલાઇ માં પાકિસ્તાન સાથે કચ્છ માં અત્યાધિક ભારે વરસાદ પડશે અને ગુરુપૂર્ણિમાના દિવસે એક વધુ હળવા દબાણની સીસ્ટમ પશ્ચિમ બંગાળના કિનારા પાસે બનશે જે લાંબી યાત્રા કરીને રાજસ્થાન સુધી પહોંચશે. જેને લીધે 13 તથા 14 જૂલાઇમાં રાજસ્થાન ગુજરાત અને અડીને આવેલા પાકિસ્તાનના વિસ્તારો માં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે….