માંડવીમાં ટીમ મિશન વસુંધરાની અનોખી પહેલ

Featured Video Play Icon
Spread the love

માંડવીમાં ટીમ મિશન વસુંધરાની અનોખી પહેલ
210 કેસર કેરીના રોપાનું વિનામૂલ્યે વિતરણ,
સાંસદ પ્રભુ વસાવા ઉપસ્થિત રહ્યા

ટીમ મિશન વસુંધરા દ્વારા મફતમાં કેસર કેરીના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યુ. કુલ 210 કેસર કેરીના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરાયું

છેલ્લા 4 વર્ષથી માંડવી નગરમાં કાર્યરત એવી પ્રકૃતિપ્રેમી ટીમ મિશન વસુંધરા જેવો એ અત્યાર સુધી 200 થી 250 જેટલા વૃક્ષો મોટા કર્યા હોય દર ચોમાસે તેઓ ટ્રીગાર્ડ સહિત વૃક્ષારોપણ કરતા હોય આજરોજ પણ ટીમ મિશન વસુંધરા અને તેના પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ દ્વારા પંકજભાઈ પટેલ ના સૌજન્યથી નાના-મોટા તમામ વર્ગના લોકો પોતે માવજત કરી વૃક્ષને મોટા કરે અને કેસર કેરી જેવું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ પોતે કુદરતી ગુણવત્તા સાથે નાના મોટા પરિવારો આરોગે એવા શુભ આશયથી આજ રોજ નિ:શુલ્ક કેસર કેરીના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. આ તકે લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહી ટીમ મિશન વસુંધરા ની કામગીરીને બિરદાવી હતી આ કાર્યક્રમમાંમાંડવી નગરના અગ્રણી અને ભાજપના પૂર્વ પ્રમુખશ્રી એવા નટુભાઈ રબારી, માંડવી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રેખાબેન વશી, હાલના માંડવી નગરપાલિકાના પ્રમુખ નિમેષભાઈ શાહ, વસુંધરા ટીમના પ્રમુખપ્રિતેશભાઈ રાવળ, જીગ્નેશભાઈ પટેલ ગણેશ ગોળ તેમજ ટીમ વસુધરા ના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ માંડવી નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આ રોપા લેવા તાલુકામાંથી તથા નગરમાંથી ઉમટી પડ્યા હતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *