જેઠ સુદ પૂર્ણિમાના પાવન અવસરે શ્રદ્ધાળુઓની લાંબી કતારો
અરવલ્લીનું પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ‘જય શામળિયા’ના નાદથી ગુંજી ઉઠ્યું
હજારો શ્રદ્ધાળુઓ કતારબદ્ધ ઊભા રહી ભગવાન શામળિયાના દર્શન કર્યા
અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે જેઠ સુદ પૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભગવાન શામળિયાના દર્શન કરવા વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી
શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર, જે ભક્તો આખા મહિના દરમિયાન પોતાના આરાધ્ય દેવના દર્શન કરી શકતા નથી, તેઓ પૂર્ણિમાના દિવસે દર્શને આવે છે. આ પાવન અવસરે નિજ મંદિરમાં ભગવાનના ગર્ભ ગૃહને વિશેષ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.
દિવસ દરમિયાન હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર ‘જય શામળિયા’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
