જુગારધામ પર લિંબાયત પોલીસના દરોડા
પોલીસે રૂપિયા2,29,000 નો મુદ્દા માલ કબજે કર્યો
પોલીસે 5 આરોપીઓની અટકાયત કરી
સુરતની લિંબાયત પોલીસે જુગાર ધામ પર દરોડા પાડી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે રૂપિયા 2,29,000 નો મુદ્દા માલ કબજે કર્યો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતની લિંબાયત પોલીસની ટીમને બાતમી મળી હતી કે લિંબાયત ગીતા નગર સોસાયટીના બિલ્ડીંગ નંબર એફ ની અગાસી પર જાહેરમાં કેટલાક ઈસમો જુગાર રમે છે તે બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે પાંચ જેટલા જુગાર રમતા પકડાયા હતા પોલીસે અશોક જગદીશ પ્રસાદ વિક્રમ સત્યનારાયણ શર્મા પવન શ્યામલાલ શર્મા વિનય જયકુમાર જૈન અને પ્રકાશ વાસુદેવ ચૌધરીની ધરપકડ કરી હતી પોલીસે અંગ ઝડપી અને દાવ પરના રોકડા રૂપિયા 1,66,000 અને મોબાઈલ ફોન મળી ₹2,29,000 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે