સારોલી પોલીસે વેશપલટો કરી આરોપીને ઝડપ્યો
પોલીસે ઓરિસ્સાના ગંજામથી આરોપીને પકડ્યો
સારોલી પોલીસેએનડીપીએસ એકટ હેઠળ વોન્ટેડ આરોપી બીમલાકુમાર ઉર્ફે શાનોને ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી વેશ બદલાવ કરી ધરી પાડ્યો છે. આરોપી અગાઉ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એનડીપીએસ ગુનામાં સંડોવાયેલો હતો જેમાં પોલીસે 6 કિલો ગાંજાની જપ્તી પણ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, NDPS ગુનાના સંદર્ભમાં બીમલાકુમાર ઉર્ફે શાનોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આરોપીને ઝડપી પાડવા સારોલી પોલીસે જુદી જુદી રીતો અજમાવી હતી, જેમાં પોલીસે શાકભાજી વેચનારનો વેશ ધારણ કરી ઓરિસ્સા સુધી પહોંચીને આરોપીની માહિતી એકત્રિત કરી હતી. સારોલી પોલીસની ટીમે મહેનતભરી તપાસ બાદ શાનોનું લોકેશન ટ્રેસ કરી તેની ધરપકડ કરી છે. હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને વધુ પુછપરછ માટે તેને સુરત લાવવામાં આવ્યો છે. આ કામગીરી પોલીસની ચતુરાઈ અને લચીલા આયોજનનું ઉત્તમ ઉદાહરણ ગણવામાં આવી રહી છે.