સુરતમાં કેનેડાના વિઝા આપવાના નામે છેતરપિંડી
પોલીસે મુકેશ મેંદપરાને અમદાવાદથી ઝડપ્યો
પોલીસે કોર્ટમાં રજુ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા
સુરતના સરથાણામાં કેનેડાના વિઝાના નામે વડોદરાની યુવતી સાથે ૯૫ લાખની ઠગાઈ કરવાના ગુનામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે અમદાવાદથી આરોપીની ધરપકડ કરી છે.
સરથાણા જકાત નાકા ખાતેના દીપ કમલ મોલમાં ઓફીસ ખોલીને વસોયા બંધુઓએ વડોદરાના ચશ્માંના વેપારી ની ભત્રીજીને કેનેડા ના વિઝા કઢાવી આપવાની વાતો કરીને 1ટુકડે ટુકડે રૂ.૯૫ લાખ પડાવી લીધા હતા. અને વિઝા નહિ થતા કોસમાડા ગામનો એક ફલેટ આપીને હવાલો તો પડાવ્યો હતો. પણ તે ફ્લેટ પણ અગાઉથી જ બીજા કોઈને વેચી દીધો હતો. જે બાબતે સરથાણા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ એક વર્ષ અગાઉ નોંધાઈ હતી. આ કેસમાં સરથાણા પોલીસે અમદાવાદની સોલા રોડ પર આવેલી ઝાયડસ હોસ્પિટલ માંથી એક આરોપી મુકેશ મેંદપરાને ઝડપી લીધો હતો અને તેને સુરત લઈ આવીને કોર્ટમાં રજુ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.