કુંભિયા ડેરી વિવાદે લીધું રુદ્ર સ્વરૂપ
ડેરી હિસાબમાં ગેરનીતિનો ગ્રામજનોનો આક્ષેપ
કુંભિયા ડેરીમાં 12000 લિટર દુધ ખરાબ
પાણી મળાવવાના આરોપ, સભામાં થયો ઘમાસાન
ડોલવણ તાલુકા વિસ્તારમાં આવેલા કુંભિયા ગામની જ્યાં વાત છે દુધ ડેરી ની જેમાં મંડળીના પ્રમુખ અને ગ્રામજનો વચ્ચે વિવાદ સર્જાયો હતો સાથેજ વધુમાં જોઈએ તો સામાન્ય સભા વચ્ચે સભાસદો ની હાજરી માં સામસામે દલીલો થઈ જ્યાં પ્રમુખ ના આક્ષેપ થયા અને ગ્રામજનો ના પણ આક્ષેપ થયા ગ્રામજનો નો કેવું છેકે મંડળીના હિસાબ માં ગેરનીતિ છે ત્યારે જોવાની બાબત એ છે કે આટલા વરસો થી લાખો લિટર દુધ ડેરી માં સભાસદો ભરે છે ત્યારે ડેરી પાસે કોઈ પણ જાત ની સુવિધા નથી અને જયારે સાધારણ સભામાં લોકોએ ઊભા રહેવું પડે અને ઝાડ નીચે બેસવું પડે તો વાત જ શું હોય ડેરીના પ્રમુખ સભ્ય સભા માટે મંડપ ખુરસીની વ્યવસ્થા કરી નથી શકતા તો ગામ માટે શું કરશે અને સાથે એવા પણ આક્ષેપ થાય રહ્યા છે જેને દૂધ ઓછું જાય છે એમને એડવાન્સ પૈસા આપવામાં આવે છે અને જે લોકો વધુ દૂધ આપે છે એ લોકોને નથી એડવાન્સ આપવામાં આવ્યું તો આવું કેમ ? પ્રમુખ મંત્રી ની હાજરી માં વિવાદ થતો હોય અને વિવાદ ના ઉકેલ ન કરી શકતા હોય અને ગયા વર્ષ ની સાધારણ સભા પણ વિવાદો માં મુલત્વી થઈ અને આ વર્ષે પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે સભાસદ દૂધ માં પાણી મેળવે છે એટલે 12000 લિટર દૂધ ખરાબ થયા નો આક્ષેપ પ્રમુખ મંત્રી કરે છે ત્યારે સભાસદ નો આક્ષેપ છે કે પૂરા 35 લિટર પાણી હોય તો બી આખું ટેન્કર દૂધ ના ખરાબ થાય ક્યાંક મંડળી ના સંચાલન નો અભાવ હોય તેવું સભાસદો જણાવી રહ્યા છે..
