કુકરમુંડા ઉમજા ગામના રસ્તા માત્ર ખાતમુહૂર્ત સુધી જ સીમિત ?

Featured Video Play Icon
Spread the love

કુકરમુંડા ઉમજા ગામના રસ્તા માત્ર ખાતમુહૂર્ત સુધી જ સીમિત ?
ગ્રામજનોમાં ભારે રોષ

કુકરમુંડા તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત ઇટવાઈ હેઠળ આવેલ ઉમજા ગામમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 22 મે 2025ના રોજ ધારાસભ્યશ્રીના હસ્તે રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ ખાતમુહૂર્તને એક વર્ષથી વધુ સમય વીતી જવા છતાં આજદિન સુધી રસ્તાનું કામ શરૂ ન થતાં ગ્રામજનોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર ઉમજા ગામથી અક્કઉતારા ચકડી સુધી તેમજ ઉમજા ગામથી પીપડીપાડા સુધીના માર્ગનું કામ હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી. જેના કારણે સ્થાનિક લોકોને આવન-જાવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો વિકાસના કામો સમયસર શરૂ જ ન થવાના હોય તો ખાતમુહૂર્ત કરવાનો અર્થ શું? લોકોનું કહેવું છે કે ચૂંટણી કે રાજકીય પ્રસંગોમાં નેતાઓ મોટા મોટા વચનો આપે છે, પરંતુ વચનોને હકીકતમાં ફેરવવામાં નિષ્ફળ રહે છે.

સ્થાનિક લોકોની માંગ છે કે સંબંધિત વિભાગ અને જવાબદાર અધિકારીઓ તાત્કાલિક આ બાબતે સ્પષ્ટતા કરે અને રસ્તાનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે જેથી ગ્રામજનોને પડતી હાલાકીમાંથી રાહત મળી શકે. હવે જોવાનું એ રહેશે કે ઉમજા ગામના લોકોની આ માંગ અને રોષ બાદ તંત્ર અને જનપ્રતિનિધિઓ ક્યારે જાગે છે અને રસ્તાનું કામ ક્યારે શરૂ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *