પતંગની દોરીથી બાઇક ચાલકોની કપાવવાની ઘટના
વાહન ચાલકોની સુરક્ષા માટે સેફ્ટી ગાર્ડ વિતરણ
કામરેજ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર
ઉતરાયણનો પર્વ આવી રહ્યો છે ત્યારે પતંગ રશિયાઓ ખૂબ પતંગ ઉડાડે છે તેવામાં પતંગની દોરીથી બાઇક ચાલકોની કપાવવાની ઘટના વધુ બને છે જે ઘણી વખત જીવલેણ પણ બને છે ત્યારે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા વાહન ચાલકોની સુરક્ષા માટે સેફ્ટી ગાર્ડ લગાડી આપવા આવ્યુ હતુ .
સુરતના કામરેજ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સુરત જીલ્લા ટ્રાફિક શાખા દ્વારા વાહન ચાલકો ને પતંગની દોરીથી કોઈ ઇજાના પહોંચે તે માટે સેફ્ટી ગાર્ડ લગાડી આપવામાં આવ્યા હતા, સાથે સાથે રિફ્લેક્ટર અને સ્ટીકર પણ લગાડવામાં આવ્યાં હતા અને પોલીસ દ્વારા વાહન ચાલકોને સીટ બેલ્ટ અને હેલ્મેટ પેહરી સલામતી માટેની અપીલ કરવામાં આવી હતી.
