સુરતમાં સતત 24 કલાક પડેલા વરસાદે શહેરની દશા બદલી નાંખી
સીમાડા ખાડી ઓવરફ્લો થતા આસપાસની સોસાયટીમાં પાણી ધુસ્યા
મેયર દક્ષેશ માવાણીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી
સુરતમાં સતત પડેલા વરસાદ વચ્ચે સીમાડા ખાડી ઓવર ફઅલો થતા આસપાસની સોસાયટીઓમાં પાણી ઘુસી જતા મેયર દક્ષેશ માવાણીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.
સુરતમાં સતત 24 કલાક પડેલા વરસાદે શહેરની દશા બદલી નાંખી હતી. ત્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ હોવાના કારણે આસપાસની સોસાયટીમાં પાણી ધુસ્યા હતાં. 24 કલાક કરતાં વધુ સમયથી લોકોના ઘરોમાં પાણી રહ્યા હતા જો કે હવે ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યા છે. ત્યારે સુરતના મેયર દક્ષેશ માવાણીએ કરી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. અને પાણીનો નિકાલ થયા બાદ તાત્કાલિક અસરથી સાફ-સફાઈ કરી દવાનો છંટકાવ કરવાનો આદેશ આપ્યો છે. જૂન મહિનામાં પડે તેટલો વરસાદ બે દિવસમાં પડ્યો હોવાનું મેયરે જણાવ્યું હતું. સુરતના તમામ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. રોગચાળો ન ફાટે તે માટે સાફ-સફાઈ અને દવાનો છંટકાવ કરવામાં આવશે. ખાડીનું લેવલ ઓવર ફ્લો થયું હોવાના કારણે લોકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો ઉપરવાસમાં જે ભારે વરસાદ છે તેના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે તેમ મેયરે જણાવ્યુ હતું.