સુરતના અલથાણમાં ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં
તુટેલા ઢાંખણા જોઈ લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો
સુરતમાં જાણ ચોમાસા દરમિયાન પાલિકા ફરી મોટી દુર્ઘટનાની રાહ જોતી હોય તેમ લાગી રહ્યુ છે. અલથાણ વિસ્તારમાં ગટરના તુટેલા ઢાંખણા જોવા મળતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.
સુરત મહાનગરપાલિકાની બેદરકારી ફરી એકવાર ચર્ચામાં આવી છે. અઠવા ઝોનમાં આવેલા અલથાણ વિસ્તારમાં ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળ્યું છે, જે વરસાદના માહોલમાં મોતનું મોટું જોખમ બની શકે છે. આ ઘટના એ સવાલ ઉભો કરે છે કે એસએમસીના દાવાઓ અને વાયદાઓ માત્ર કાગળ પર જ કેમ રહી જાય છે? એક વર્ષ પહેલાં સુરતના કતારગામ ઝોન માં ખુલ્લી ગટરમાં પડવાથી કેદાર નામના બાળક નું મોત નીપજ્યું હતું. તે સમયે એસએમસીએ દાવો કર્યો હતો કે શહેરમાં કોઈ પણ ગટરનું ઢાંકણું ખુલ્લું નહીં રહે, પરંતુ આજે પણ શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો જોવા મળી રહી છે.