સુરતમાં મુસાફરોના ખિસ્સાં હળવા કરતી રિક્ષા ગેંગ ઝડપાઇ
કાપોદ્રા પોલીસે રીઢાઓની ટોળકીને રીક્ષા સાથે ઝડપી પાડી
કાપોદ્રા પોલીસે રીઢાઓની વધુ તપાસ હાથ ધરી
રીક્ષામાં મુસાફરોને બેસાડી નજર ચુકવી તેઓના ખિસ્સામાંથી રોકડ સહિતની ચીજવસ્તુઓની ચોરી કરનાર રીઢાઓની ટોળકીને રીક્ષા સાથે કાપોદ્રા પોલીસે ઝડપી પાડી હતી.
સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન, નાયબ પોલીસ કમિશનર ઝોન વન અને મદદનીશ પોલીસ કમિશનર એ ડીવીઝન દ્વારા અપાયેલી સુચના મજુબ કાપોદ્રા પી.આઈ. એમ.આર. સોલંકીના આદેશથી પી.એસ.આઈ. એ.એલ. પંડ્યાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ.એસ.આઈ. પંકજ તથા અનાર્મ લોક રક્ષક અર્જુનસિંહની બાતમીના આધારે રીક્ષામાં મુસાફર કરમશી જેરામ દિયોરાના ખિસ્સામાંથી રોકડ 20 હજારની ચોરી કરનાર રીક્ષા ટોળકીના જાવેદખાન પઠાણ અને કલીમ ઉર્ફે કલ્લુ શેખને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા હતાં. અને તેઓ પાસેથી રોકડ 13 હજાર થતા રીક્ષા કબ્જે કરી હતી. જ્યારે તેઓનો એક સાથીદાર ભાગી છુટતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. હાલ તો કાપોદ્રા પોલીસે રીઢાઓની વધુ તપાસ હાથ ધરી છે.