સુરતમાં ધોધમાર વરસાદને લઈ ખાડી પુરની સ્થિતિ સર્જાઈ
ગૃહ મંત્રી હર્ષ સંઘવી આઝાદ નગરની મુલાકાત લીધી હતી.
માત્ર 36 કલાકમા 16 ઈંચ વરસાદ વરસ્યો : હર્ષ સંઘવી
સુરતમાં પડેલા ધોધમાર વરસાદને લઈ ખાડી પુરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભટારના આઝાદ નગર ખાતેખાડી પુરની સ્થિતિ નિહાળી સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી.
સુરતમાં સોમવારથી દેમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરતમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા તો ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી ભટારના આઝાદ નગર ખાતે ખાડી પૂરની સ્થિતિ નિહાળવા પોહચ્યાં હતાં અને અનેક લોકોને સૂરત પોલીસ અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને શોલ્ટેજ હોમમા મુકવામાં આવ્યા છે ત્યાં જઈ હર્ષ સંઘવી દ્વારા લોકો સાથે વાત કરાઈ હતી. ભટાર ખાતે તમામ લોકો સાથે હર્ષ સંઘવીએ વાતચીત કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે ક્યારે વરસાદ આવ્યો ન હોઈ એવો વરસાદ આવ્યો છે. માત્ર 36 કલાકમા 16 ઈંચ વરસાદ વરસ્યો છે. પરંતુ પાણી ઉતરતાની સાથે જ પાલિકાની ટિમ દ્વારા દાવા છટકાવની કામગીરી કરવામાં આવી છે. અમદાવાદની રથયાત્રા પૂર્ણ કરી તાત્કાલિક સૂરત આવ્યો છું અને મારાં મત વિસ્તારની મુલાકાત લીધી લીધી છે.