IIIT સુરતની શૈક્ષણિક ક્ષેત્રે મહત્વપૂર્ણ જાહેરાત

Featured Video Play Icon
Spread the love

IIIT સુરતની શૈક્ષણિક ક્ષેત્રે મહત્વપૂર્ણ જાહેરાત
સંશોધન, નવીનતા, સ્ટાર્ટઅપ્સ અને વૈશ્વિક સહયોગને વધુ વેગ
બી.ટેક. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સ્પેસ ઇલેક્ટ્રોનિક્સ જેવા નવા કોર્સ

સુરત સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IIIT) સુરતે શૈક્ષણિક ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય લેતા નવા અભ્યાસક્રમોની જાહેરાત કરી છે. સાથે જ પ્રવેશ ક્ષમતામાં વધારો કરીને સંશોધન, નવીનતા, સ્ટાર્ટઅપ્સ અને વૈશ્વિક સહયોગને વધુ વેગ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શૈક્ષણિક વર્ષ 2026-27 થી બી.ટેક. ગણિત અને કમ્પ્યુટિંગ તેમજ બી.ટેક. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સ્પેસ ઇલેક્ટ્રોનિક્સ જેવા નવા કોર્સ શરૂ કરવામાં આવશે.

IIIT સુરતના ડિરેક્ટર ડૉ. રાજીવ શેખરીએ જણાવ્યું કે નવા અભ્યાસક્રમો ભવિષ્યની ટેક્નોલોજીકલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને મજબૂત સિદ્ધાંત આધારિત અને વ્યવહારુ શિક્ષણ મળશે, જે ભારતના ટેક્નોલોજીકલ અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.સંસ્થાના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય આશા દુધિયાએ જણાવ્યું કે ઉદ્યોગ અને સમાજની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવા અભ્યાસક્રમો તૈયાર કરવામાં આવ્યા છે. આ પહેલથી સંશોધન, સ્ટાર્ટઅપ્સ અને વૈશ્વિક સહયોગને વધુ પ્રોત્સાહન મળશે.નવા અભ્યાસક્રમો સાથે IIIT સુરતમાં બી.ટેક. કોર્સોની સંખ્યા વધીને પાંચ થશે. જેમાં કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ, સાયબર સિક્યુરિટી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ તથા મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગનો સમાવેશ થશે. સાથે એમ.ટેક.માં પણ નવા વિશેષ અભ્યાસક્રમો શરૂ કરાશે.

સંસ્થાએ પ્રવેશ ક્ષમતામાં પણ વધારો કર્યો છે. બી.ટેક.માં બેઠકો 280થી વધારી 384 કરવામાં આવી છે, જ્યારે એમ.ટેક.માં પ્રવેશ ક્ષમતા 40થી વધારી 60 કરવામાં આવી છે.IIIT સુરતે AMD, MediaTek, Bosch, ISRO Space Applications Centre સહિત અનેક અગ્રણી ઉદ્યોગો અને IIT ગાંધીનગર, IIT બેંગલોર, સિંગાપોર મેનેજમેન્ટ યુનિવર્સિટી તેમજ અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સહયોગ મજબૂત બનાવ્યો છે.સંસ્થાએ સંશોધન ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. વર્ષ 2025-26 દરમિયાન 45થી વધુ સંશોધન પેપર્સ પ્રકાશિત કરવામાં આવ્યા છે અને બે પેટન્ટ પણ પ્રાપ્ત થયા છે.IIIT સુરતનો આ નિર્ણય ભવિષ્યના ટેક્નોલોજી નિષ્ણાતો તૈયાર કરવા અને ભારતના ડિજિટલ વિકાસમાં વધુ યોગદાન આપવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *