સુરતમાં શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી
ગોરાટ હનુમાન મંદિર સુધી ભક્તિમય શોભાયાત્રાનું આયોજન
ડીજેના તાલે ભક્તિ ગીતો સાથે પાલખી યાત્રા નિકળી

સુરતમાં શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીને લઈ દ્વારકાધીશ સોસાયટીથી ગોરાટ હનુમાન મંદિર સુધી ભક્તિમય શોભાયાત્રાનું આયોજન કરાયુ હતું.

ચૈત્ર સુદ નવમીના પાવન દિવસે પ્રભુ શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે સુરતમાં ભક્તિનો માહોલ છવાઈ રહ્યો છે. રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા આયોજિત આ ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન દ્વારકાધીશ સોસાયટીથી સવારે 9 વાગ્યે થયુ હતું. શ્રી રામ સ્તુતિથી કાર્યક્રમનો મંગલ પ્રારંભ થયા બાદ મહેમાનોનું સ્વાગત અને આશીર્વચન યોજાયો હતો. ખાસ આકર્ષણ રૂપે નાના બાળકો શ્રી રામ પરિવારની વેશભૂષામાં જોવા મળ્યા હતાં. તો ડીજેના તાલે ભક્તિ ગીતો સાથે પાલખી યાત્રા નિકળી હતી જેનુ માર્ગમાં અનેક સ્થળોએ ભવ્ય સ્વાગત કરાયુ હતું. યાત્રા ગોરાટ હનુમાન મંદિર પહોંચીને આરતી અને આશીર્વાદ સાથે પૂર્ણ થઈ હતી. અને ત્યારબાદ તમામ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *