સુરતમાં બકરી ઈદના તહેવારને લઈને કોમ્બિંગ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં બકરી ઈદના તહેવારને લઈને કોમ્બિંગ
ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કોમ્બિંગ
તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવા અપીલ કરાઈ

સુરતમાં બકરી ઈદના તહેવારને લઈને રાંદેર પોલીસ દ્વારા ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કોમ્બિંગ હાથ ધર્યુ હતું.

આગામી બકરી ઈદના પર્વને લઈને સુરત શહેર પોલીસ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા મેદાને આવી ગઈ છે. ત્યારે રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ડીસીપી, એસીપી, પીઆઈ તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફના કાફલાએ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને દેખરેખ વધારવામાં આવી છે. તો ડીસીપી લખધીરસિંહ ઝાલા દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજી સમાજના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સૌએ મળીને તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવા અપીલ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *